અમદાવાદ : દરેકનું 'ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ: ભુપેન્દ્ર પટેલ

ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી...

New Update
અમદાવાદ : દરેકનું 'ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ: ભુપેન્દ્ર પટેલ

અમદાવાદના ઓઢવમાં આવાસ યોજનાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું... આ પ્રસંગે તેમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પ્રતિ સરકારની કટિબધ્ધા દર્શાવી હતી...

Advertisment

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ઓઢવ - ઈન્દિરા નગર ખાતે આયોજિત પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નગરજનોને રૂ. ૨૭૧ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતાં સીએમે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અમદાવાદ શહેરની ઝૂંપડપટ્ટીઓમાં વસતા ગરીબોને પાકા આવાસ પુરા પાડવાનું આયોજન હાથ ધર્યું છે. દરેક નાગરિકોને 'ઘરનું ઘર' મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.રાજ્ય સરકાર ગરીબ તેમજ મધ્યમ વર્ગની જરૂરિયાતને લઈને અનેકવિધ આયોજન કરી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Advertisment