Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પ્રમુખસ્વામી જન્મશતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરાય...

દેશમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

X

દેશમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ મહોત્સવમાં વિદેશથી પણ મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાઇ તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રોજ લાખોની સંખ્યામાં હરિભક્તો આવી રહ્યાં છે. તો બીજી તરફ, અહી વિદેશથી પણ ભક્તો આવે છે. હાલ ચીન, અમેરિકા અને જાપાન સહિતના દેશોમાં ફરી કોરોનાના સંખ્યાબંધ કેસ આવી રહ્યાં છે, જ્યાં ઓમિક્રોનનો ઝડપથી ફેલાતો સબવેરિયન્ટ BF.7નું સંક્રમણ કાળો કેર વર્તાવી રહ્યું છે. આ સ્થિતિ ભારત માટે પણ ખતરાની ઘંટી સમાન છે, ત્યારે આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે સરકાર સાથે વિચાર વિમર્શ બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થાએ નિર્ણય લીધો છે. મહોત્સવમાં પ્રવેશ માટે હરિભક્તોએ હવે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જેમાં મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ-પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો, એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું, નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો, શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન આવવાનું સૂચન છે. ઉપરાંત કો-મોર્બીડ લક્ષણ ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું જોઈએ, વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ કોરોનાના ટેસ્ટનું નેગેટિવ સર્ટી આપવાનું રહેશે, હેન્ડ સેનિટાઈઝરનો અચૂક ઉપયોગ કરવો, ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરૂરિયાત નથી. પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેક્સિનનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લેવામાં આવે તેવો પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

Next Story