Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગુજરાત ATSએ વડોદરાથી રૂ. 1,125 કરોડના ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી...

ગુજરાત ATS અને વડોદરા SOGએ ગતરોજ વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાંથી ડ્રગ્સ બનાવવાની આખેયાખી ફેક્ટરી ઝડપી પાડી હતી,

X

ગુજરાત ATS અને વડોદરા SOGએ ગતરોજ વડોદરાના સાવલી નજીક મોક્ષી ગામમાંથી ડ્રગ્સ બનાવવાની આખેયાખી ફેક્ટરી ઝડપી પાડી હતી, ત્યારે ગુજરાત ATSએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ફેક્ટરીમાંથી કુલ 225 કિલો MD ડ્રગ્સ જેની બજાર કિંમત 1,125 કરોડ જેટલી થાય છે. આ સાથે જ 2 શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 શખ્સોને વોંટેડ જાહેર કરવામાં આવી છે.

વડોદરા નજીકથી ગુજરાત ATSએ જપ્ત કરેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ મામલે ગુજરાત ATSના એસપી સુનિલ જોષીએ હતું કે, આ મામલે સુરત પોલીસને બાતમી મળી હતી કે, સુરતના 2 વેપારી વડોદરાના સાવલી નજીક આવેલ મોક્ષી ગામે વેર હાઉસ રાખીને ધંધો કરી રહ્યા છે. જે માહિતી ગુજરાત ATSને આપવામાં આવી હતી. જે બાદ તપાસ કરીને બન્ને આરોપીઓની ઓળખ પણ કરવામાં આવી હતી. વધુ તપાસ બાદ સુરતના મહેશ વૈષ્ણવની અટકાયત કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે અને તેનો વડોદરાનો સાગરિત પિયુષ પટેલ સાવલી તાલુકાના એક ગામમાં કંપનીનું બાંધકામ કરાવી રહ્યાં છે. હાલ આ કંપની બંધાઇ રહી છે, અને ત્યાં મશીનો પણ મુકવામાં આવ્યા છે.

આ ફેક્ટરીમાં બન્નેએ MD ડ્રગ્સનો જથ્થો છુપાવ્યો હતો. જે બાતમીના આધારે દરોડા દરમ્યાન 225 કિલો MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી મહેશે રાકેશ, દિલીપ અને વિજય મારફતે આ માલ તૈયાર કરાવ્યો હતો. રાકેશ જે મૂળ ગીર સોમનાથ જિલ્લાનો છે, અને તેને MSC કેમેસ્ટ્રી કર્યું છે. તે વર્ષ 2011થી કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરતો હતો. આ લોકોએ સાથે મળીને ભરૂચની ફેક્ટરીમાં પણ ગત વર્ષે ડ્રગ્સનો જથ્થો બનાવ્યો હતો. રાકેશ અને વિજય લિક્વિડ જથ્થો બનાવ્યો હતો. જે બાદમાં લિક્વિડ ફોમ મહેશને આપવામાં આવ્યું હતું. આરોપી મહેશ સાવલી ફેક્ટરીમાં આવેલ આ માલ રાજસ્થાન અને મુંબઇ લઇ જતો હતો. આ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોને પણ ઓળખી કાઢવામાં આવ્યા છે. જેમને શોધવા માટે SOG ભરૂચ, વડોદરા, જામનગર પોલીસની પણ મદદ લેવામાં આવી છે. એટલું જ નહીં, આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ NDPSના કેસ નોંધાયા છે.

Next Story