Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત

રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે

X

અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે પ્રદેશ હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં અશોક ગહલોતે ભાજપ સરકાર અને પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્ય પર્યવેક્ષક અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આજે અમદાવાદ આવ્યા હતા. અશોક ગહલોતે જણાવ્યું હતું કે, ગુજરાત PM મોદીનો ગઢ છે, છતાં PMને વારંવાર કેમ આવવું પડે છે.? તેઓએ પીએમ નરેન્દ્ર મોદી પૈસાનો વ્યય કરી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. તો રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે, માત્ર પંજાબ જીતીને દેશને નંબર 1 બનાવવા નીકળ્યા છે. કેજરીવાલ અને પીએમ મોદી એક જ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ભાજપ સરકાર આવ્યા બાદ દેશમાં હિંસાનું વાતાવરણ ઊભું થયું હોવાનું પણ કહ્યું હતું. વર્ષ 2022માં જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો રાજસ્થાન અને છત્તીસગઢ ની તમામ યોજનાઓ લાગુ કરવામાં આવશે તેવું પણ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે જણાવ્યુ હતું. સમગ્ર બેઠક દરમ્યાન કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story