અમદાવાદ : સબકા સાથ સબકા વિકાસ”સૂત્ર માત્ર કાગળ પર હોવાના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.હિરેન બેંકરના આક્ષેપ

ચલાલા ન.પા.માં તમામ 24 માંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું નથી.

New Update
  • સબકા સાથ સબકા વિકાસ સૂત્ર માત્ર કાગળ પર

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભાજપ સરકાર પર આક્ષેપ

  • કોંગ્રેસ પ્રવક્તાએ કર્યા ગંભીર આક્ષેપ

  • નગરપાલિકાઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનો આક્ષેપ

  • ડો.હિરેન બેન્કરના આક્ષેપથી રાજકીયક્ષેત્રે ખળભળાટ 

ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રવક્તા ડો.હિરેન બેન્કરે ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.હિરેન બેન્કરે ગુજરાતમાં ભાજપ શાસિત નગરપાલિકાઓમાં થઇ રહેલા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસસૂત્ર માત્ર કાગળ પર, ‘ભ્રષ્ટાચારનો સાથ ભાજપનો વિકાસનાં સૂત્ર સાથે રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર વધ્યો છે. અમરેલીમાં ભાજપમાં ભ્રષ્ટાચારને પગલે જૂથબંધી ચરમસીમાએ છે. ચલાલા ન.પા.માં તમામ 24 માંથી 20 સભ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું નથી. છેલ્લા સાત મહિનામાં માત્ર બજેટ બેઠક બોલાવ્યા બાદ આજદિન સુધી એક પણ સામાન્ય સભા બેઠક મળી નથી. આનાથી સદસ્યો વિકાસના કાર્યો અને વહીવટી નિર્ણયોમાં ભાગ લેવાથી વંચિત રહ્યા છે.

આ ઉપરાંત લુણાવાડા નગરપાલિકા,રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા સહિત ગુજરાતની વિવિધ નગરપાલિકામાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ફરિયાદો હવે ભાજપના જ કહેવાતા દેવદૂત કાર્યકર-આગેવાનો જ કરી રહ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.નગરપાલિકામાં બેઠેલા ભ્રષ્ટાચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને નગરપાલિકાની તિજોરીને થતા નુકસાનને સત્વરે અટકાવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories