Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હિતેશને સમજાવ્યો હતો, પણ તેણે પરિવારની ન માની, અને સાબરમતી નદીમાંથી મૃતદેહ મળ્યો, જાણો સમગ્ર મામલો..!

સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

X

અમદાવાદમાં સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલે યુવકની હત્યા થઈ હોવાનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમદાવાદની સાબરમતી નદીમાંથી 2 દિવસ પહેલા હિતેશ રાઠોડ નામના યુવાનનો મૃતદેહ મળવાના મામલે નવો વળાંક સામે આવ્યો છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, મૃતક હિતેશ રાઠોડે 3 મહિના પહેલાં મુસ્લિમ યુવતી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જોકે, શરૂઆતમાં થયેલા વિવાદ બાદ બન્ને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ યુવકની હત્યા પાછળ પ્રેમલગ્ન જવાબદાર છે કે, નહીં તે અંગે પોલીસે ઉલટ તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકના પરિવારે યુવતીના પરિવાર પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મૃતકની પત્ની અને મૌલાનાની પૂછપરછ કરી સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. એક દિવસ બપોરના સમયે હિતેશ પોતાની પત્નીને ખરીદી કરવા માટે માધુપુરા સાળીના ઘરે મૂકીને નોકરી ગયા બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. હિતેશના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે, હિતેશે જે છોકરી સાથે લગ્ન કર્યા છે, તેના પરિવારજનોએ હત્યા કરી છે. અમે હિતેશને સમજાવ્યો હતો, પણ તે માન્યો ન હતો.

તો બીજી તરફ, આ મુદ્દે હિન્દુ સંગઠનો પણ મેદાને આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત મંત્રીએ જણાવ્યું હતું કે, હિતેશની હત્યા કરવામાં આવી છે. જે છોકરી સાથે તેણે લગ્ન કર્યા હતા તેના પરિવારજનો ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા હતા. આ એક ષડયંત્ર છે, હિતેશને આખી રાત ટોર્ચર કરવામાં આવ્યો છે. આ કૃત્ય સાથે સંડોવાયેલ હોય તેને સખત સજા કરવામાં આવે. આમ હિતેશ રાઠોડની હત્યા બાબતે હવે રાજનીતિ ગરમાઈ છે, તો આ મુદ્દે પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

Next Story