/connect-gujarat/media/post_banners/bfd8e939b3e2100cb8e45751bee5f1eecd84080be8f3aa96f5a115196fdb0db2.jpg)
અમદાવાદના બાપુનગરમાં રહેતો યુવક જાન્યુઆરી મહિનામાં ગુમ થયો હતો, જેની પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે ગુમ યુવકની આડાસંબંધમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના બાપુનગરમાં રહેતા મહમદ મેરાજને ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ સાથે મિત્રતા હતી. આ મિત્રતા દરમિયાન સુલતાનની પત્ની રિઝવાનાની મેરાજ છેડતી કરતો હતો તથા સંબંધ રાખવા દબાણ કરતો હતો.આ અંગે સુલતાનને જાણ થઈ હતી જેથી તેણે પત્ની સાથે મળીને જ મેરાજની હત્યાનું કાવતરું રચી કાઢ્યું હતું.22 જાન્યુઆરીએ સુલતાનની પત્ની રિઝવાનાએ મેરજાને ઘરે સરપ્રાઇઝ આપવા બોલાવ્યો હતો. મેરજા સુલતાનના ઘરે પહોંચતાં જ રિઝવાનાએ આંખે દુપટ્ટો બાંધીને સરપ્રાઇઝ ગિફ્ટ આપવા કહ્યું હતું. આ દરમિયાન સુલતાને મેરજાના પેટમાં તલવાર મારી આરપાર કરી દીધી હતી.માથું પણ ધડથી અલગ કરીને કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. જ્યારે લાશના ટુકડા, કડુને થેલીઓમાં ભરી સ્કૂટી પર મૂકી ઓઢવ કેનાલમાં ફેંકી દીધાં હતાં. હત્યાને અંજામ આપીને પતિ-પત્ની બિન્દાસ્ત ફરતાં હતાં. મેરજાના પરિવારે યુવાન ગુમ હોવાની પોલીસને જાણ કરી હતી. પરિવારે નિવેદનમાં સુલતાન અને રિઝવાનાનું નામ પણ લખાવ્યું હતું, જેથી ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી ત્યારે બાતમી પણ મળી હતી, જેથી બંનેની અટકાયત કરીને પૂછપરછ કરતાં હત્યા અંગે કબૂલાત કરી હતી. સુલતાને પોલીસને જણાવ્યું હતું કે મેરજા તેની પત્નીને સંબંધ રાખવા દબાણ કરતો હતો અને તેને બંને પર શંકા પણ હતી, જેથી પત્ની સાથે મળીને હત્યા કરી દીધી છે.