અમદાવાદ : આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને "સ્વ. જનરલ બિપીન રાવત" નામ આપવા કોંગ્રેસની માંગ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્વ. જનરલ બિપીન રાવતનું નામ આપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગ

New Update
અમદાવાદ : આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને "સ્વ. જનરલ બિપીન રાવત" નામ આપવા કોંગ્રેસની માંગ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સ્વ. જનરલ બિપીન રાવતનું નામ આપી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે તેવી માંગ કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા કરવામાં આવી છે.

આઇકોનીક પેડેસ્ટેરીયન બ્રિજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને જોડતો બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ ગ્લાસ ફુટ ઓવર બ્રિજને સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થવાનું છે, ત્યારે આ બ્રિજને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS સ્વ. જનરલ બિપીન રાવતનું નામ આપવાની રજૂઆત કરવામાં આવી છે.

અમદાવાદ કોંગ્રેસના કાઉન્સિલર ઇકબાલ શેખ દ્વારા રજૂઆત કરાય છે કે, ગત તા. 8 ડિસેમ્બરના રોજ તામિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેસ દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમના પત્ની સહિત દેશના અન્ય 10 જવાનો વીરગતિ પામ્યા હતા, ત્યારે દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS સ્વ. જનરલ બિપીન રાવતના મૃત્યુથી દેશને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. જેથી તેઓના માનમાં પેડેસ્ટેરીયન બ્રિજનું નામાભિધાન કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ અંગે મ્યુનિ.ની સ્ટેન્ડીંગ કમિટી અને સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવે તે માટે ટૂંક સમયમાં જ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે.

Latest Stories