Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ પહેરજો અને ફોર- વ્હીલમાં હોવ તો સીટ બેલ્ટ બાંધજો

રાજયમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે પોલીસ ફરી એક વખત હેલ્મેટ અને સીટ બેલ્ટના સંદર્ભમાં રવિવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવા જઇ રહી છે....

X

રાજયમાં કોરોનાના કેસ ઓછા થયા બાદ હવે પોલીસ ફરી એક વખત હેલ્મેટ અને સીટ બેલ્ટના સંદર્ભમાં રવિવારથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવા જઇ રહી છે....

કોરોના કાળમાં માસ્ક નહીં પહેરનારા લોકોને દંડવામાં આવ્યાં હતાં. હવે અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટબેલ્ટ ન બાંધનારા વાહનચાલકો સામે કાર્યવાહી ફરીથી શરૂ કરાશે. રાજ્યના સ્ટેટ ટ્રાફિક બ્રિગેડના આઇજીપી પીયુષ પટેલે પરિપત્ર કરીને નવ દિવસની ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવા આદેશ જારી કર્યો છે. વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરે તે માટે દરેક તમામ શહેરોના પોલીસ કમિશનર, આઇજીપી અને જિલ્લાના વડાને સુચના આપવામાં આવી છે. નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડની વસુલાત કરાશે.

વાહનચાલકો સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરતા હોવાથી અકસ્માતોના સમયે મૃત્યુ તથા ગંભીર ઇજાઓનું પ્રમાણ વધારે રહે છે. રાજ્યભરમાં 6 માર્ચ થી 15 માર્ચ 2022 સુધી ટ્રાફિક ડ્રાઇવ રાખવામાં આવી છે. તેમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના કેસો વધુમાં વધુ કરવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.મતલબ સાફ છે કે આવતીકાલથી રાજ્યભરમાં જો ટ્રાફિક નિયમ નું ઉલ્લંઘન કર્યું તો દંડ ભરવા તૈયાર રેહવું પડશે. હેલ્મેટ વગર જો સફર કરશો તો 500 રૂપિયા દંડ લેવામાં આવશે

Next Story