અમદાવાદ : 4 કલાકમાં 3 જિલ્લાની પોલીસે કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો, હથિયારો સાથે 13 આરોપીની ધરપકડ

અચાનક બસની આગળ અને બસની પાછળ બે-બે કાર બસને રોકવા લાગી હતી. અચાનક ઘટના બનતા બસના ડ્રાઈવરને કંઈક અમંગળ થવાની આશંકા થઈ.

New Update
અમદાવાદ : 4 કલાકમાં 3 જિલ્લાની પોલીસે કરોડો રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલ્યો, હથિયારો સાથે 13 આરોપીની ધરપકડ

અમદાવાદ જિલ્લા પોલીસ, આણંદ અને ખેડા જિલ્લા પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડી ખાનગી બસમાંથી રૂપિયા 2 કરોડની આગંડીયા પેઢીના લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ લૂંટ અંગે પોલીસે 13 આરોપીઓની હથિયારો સાથે ધરપકડ કરી છે.

Advertisment

અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, અમરેલીથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આંગડીયા પેઢીના કર્મચારીઓ કરોડો રૂપિયાના હીરા અને રોકડ-રકમ લઈને સુરત જવા માટે નિકળ્યા હતા. જોકે, બસમાં સવાર કોઈને અંદાજ ન હતો કે, બસમાં મુસાફરના સ્વાનમાં 10 લૂંટારુ પણ ગોઠવાય ગયા છે. રાત્રીના સવા બે વાગે બસ ધોળકા પાસે આવેલા ગુંદી ગામ પાસેથી પસાર થઈ રહી હતી,ત્યારે અચાનક બસની આગળ અને બસની પાછળ બે-બે કાર બસને રોકવા લાગી હતી. અચાનક ઘટના બનતા બસના ડ્રાઈવરને કંઈક અમંગળ થવાની આશંકા થઈ.

જેના કારણે તેણે બસ રોકી હતી. બસ ઊભી રહેતા જ બસમાં ગોઠવાયેલા લૂંટારૂઓ હથિયાર સાથે ઊભા થયા હતા, અને બસમાં રહેલા આંગડીયાઓને પિસ્તોલ બતાવી તેમની પાસે રહેલા કરોડો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા હતા. અચાનક થયેલી લૂંટની ઘટનાના પગલે અમદાવાદ પોલીસે ગણતરીના કલાકમાં 3 જિલ્લામાં નાકાબંધી ગોઠવી હતી. અમદાવાદ ગ્રામ્ય એસપી અમિત વસાવાએ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને ધોળકા રવાના કર્યા હતા. આ સાથે ખેડા અને આણંદ એસપીનો સંપર્ક કરી તેમની પણ મદદ માંગી હતી.

આ દરમિયાન જાણકારી મળી હતી કે, નજરે જોનારા સાક્ષીઓના વર્ણન પ્રમાણે જે 4 કારમાં આરોપીઓ ફરાર થયા હતા, તે આણંદ તરફ ગઈ છે. આણંદ એસપી પ્રવીણકુમારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સતર્ક કરતા મેળાવ ગામ પાસે એક અવાવરૂ જગ્યામાં 4 શંકાસ્પદ કાર હોવાની જાણકારી મળી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જોયું કે, લૂંટારૂઓ લૂંટના માલના ભાગ કરી રહ્યા હતા. જોકે, પોલીસને જોતા તેઓ ભાગવા લાગ્યા હતા. આમ છતાં આણંદ પોલીસ 2 આરોપીને પકડવામાં સફળ રહી હતી.

આ દરમિયાન આરોપીનો પીછો કરતી અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ આણંદ પહોંચી જતાં તેમણે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો, જ્યાં અંધારામાં છુપાયેલા 7 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ આખુ કાવતરું સુરતમાં રહેતા એક આરોપીએ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લૂંટની ઘટનાને અંજામ આપવા માટે ખાસ મહારાષ્ટ્રથી લૂંટારૂઓને બોલાવ્યા હતા. સુરતની પ્રિવેનશન ઓફ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટરે લૂંટના મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો છે.

Latest Stories