ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે, ત્યારે રવિવારે પેટ્રોલ 50 પૈસા અને ડીઝલ 55 પૈસા પ્રતિ લીટર મોંઘુ થતાં વાહનચાલકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે.
પેટ્રોલ-ડીઝલમાં નવી કિંમત લાગુ થયા બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 99.11 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.42 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. તો અમદાવાદમાં પણ પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધ્યો છે. માર્ચ મહિનામાં છેલ્લા 6 દિવસથી મોંઘવારી વધી રહી છે. તા. 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના સતત વધતાં ભાવ વધારાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રતિ દિવસ પેટ્રોલ અને ડીઝલ પુરાવતા લોકોના હવે સતત રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તે બાબતની રજૂઆત પણ લોકોમાં સામે આવી છે.
આમ મોંઘવારીનો માર જનતાને પીસી રહ્યો છે. આજે પેટ્રોલમાં 50 પૈસા અને ડીઝલમાં 54 પૈસા જેટલો વધારો થયો છે, ત્યારે સામાન્ય નાગરિક હવે ક્યાંક આ ભડકે બળતા ભાવ સામે ઝઝુમી રહ્યો છે. જોકે, પેટ્રોલ પમ્પના માલિકોનું કહેવું છે કે, ક્રૂડ ઓઈલના ભાવ જે પ્રમાણે વધી રહ્યા છે, તેના કારણે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે જે પ્રમાણે પેટ્રોલમાં 25 રૂપિયા સુધી ભાવ વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી, તે હવે ક્યાક સાચી પડે તેમ લાગી રહ્યું છે.