Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : યુવાધનને ડ્રગ્સ જેવા દૂષણોથી દૂર રાખવા પોલીસનો નવતર પ્રયોગ, થ્રિલ એડિક્ટ કાર્યક્રમનું આયોજન કરાયું

રાજ્યમાં પ્રથમવાર યુવાનોને ડ્રગ્સની દુનિયામાંથી બહાર લાવવા સિંધુ ભવન રોડ તાજ સ્કાયલાઇન હોટલ ખાતે થ્રિલ એડિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

રાજ્યમાં સતત વધી રહેલા નશાખોરી પદાર્થ અને રાજ્યનો યુવા વર્ગ આમ સપડાયેલ હોવાથી તેને આ નશીલા પદાર્થ ને કેવી રીતે નાબૂદ કરી અને આ ડ્રગ્સની દુનિયામાંથી બહાર લાવવા અમદાવાદ પોલીસ દ્વારા થ્રિલ એડિકટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમવાર યુવાનોને ડ્રગ્સની દુનિયામાંથી બહાર લાવવા સિંધુ ભવન રોડ તાજ સ્કાયલાઇન હોટલ ખાતે થ્રિલ એડિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને અમદાવાદ સિંધુ ભવન રોડ પર સાંજના સમયે યુવાન વર્ગ વધુ જોવા મળતો હોય છે. જેથી આ કાર્યક્રમ થકી જવાનો દ્વારા તાજ સ્કાય લાઈનના લગભગ 10માં માળેથી રસ્સા વડે નીચે આવી સ્ટંટ કરવામાં આવ્યો આવ્યો છે .સાથે સાથે જ્યારે કોઈ હુમલો થયો હોય ત્યારે કેવા પ્રકારના કમાન્ડો દ્વારા સ્ટંટ કરવામાં આવે છે.તેની વિવિધ રીતે પ્રદર્શન કરી લોકો સમક્ષ મૂક્યું હતું. જેમાં ભરી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ત્યારે યુવકો દ્વારા પણ આ સ્ટન્ટ જાતે કરવાની કોશિશ કરી હતી. જેની ઉંમર માત્ર હજી 14 થી 15 વર્ષની છે. જેમાં કેવશ ભટ્ટ જે અંદાજે 15થી 20 ફૂટનું દીવાલ દોરડા વડે નીચે ઉતર્યો હતો. અને કેશવનું કહેવું હતું કે તેને આ સ્ટન્ટ કરવાની મજા આવી આત્મવિશ્વાસ આનાથી વધ્યો છે. તો સાથે યુવા ધનને ડ્રગ્સ જેવા દુષણથી દૂર રહેવું પણ કહ્યું હતું.

જ્યારે કોઈ આતંકી હુમલો થયા ત્યારે NSG કમાન્ડો કેવી રીતે કામ કરે તે જોઈને લોકોને પણ મજા આવી હતી. આ બાબતે અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આજ રાજ્યનો યુવાન નશીલા પદાર્થ પાછળ જોવા મળી રહ્યો છે.તેને ધ્યાનમાં લઈને જ અમદાવાદ પોલીસ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.યુવાનોએ ફિટનેસ અને હેલ્થ પર ધ્યાન આપવું ખુબ જ જરૂરી છે. ચેતક કમાન્ડો,NCG,અને અમદાવાદ પોલીસ સાથે મળીને કામ કરવામાં આવ્યુ છે.આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ ડ્રગ્સ દૂર કરવાનો જ છે.ડ્રગ્સ માત્ર જિંદગી બરાબર કરવાનું કામ કરે છે જે ડ્રગ્સ બહારથી લાવવામાં આવી રહ્યા છે.તે પોલીસ દ્વારા તરત પકડી પાડવામાં આવ્યા છે. જેથી યુવાનો દૂર રહે છે.

Next Story