અમદાવાદ: લીંબુના ભાવ હજુ પણ દાંત વધુ ખાટા કરશે,જુઓ વેપારીઓએ શું જણાવ્યુ કારણ

રોજિંદા જીવનમાં ઉપયોગી લીંબુના ભાવ આસમાન આંબી રહ્યાં છે ત્યારે વેપારીઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં લીંબુના ભાવ હજુ પણ ઊંચે પહોંચે એવી શક્યતા વ્યક્ત કરી હતી

અમદાવાદ: લીંબુના ભાવ હજુ પણ દાંત વધુ ખાટા કરશે,જુઓ વેપારીઓએ શું જણાવ્યુ કારણ
New Update

રોજિંદા જીવનમાં ઉપયોગી લીંબુના ભાવ આસમાન આંબી રહ્યાં છે ત્યારે વેપારીઓ માની રહ્યા છે કે આવનારા સમયમાં લીંબુના ભાવ હજુ પણ ઊંચે પહોંચે એવી શક્યતા વ્યક્ત કરી હતી.

ખાવા-પીવામાં ખટાશ માટે ઉપયોગમાં આવતા લીંબુને હવે ઘરે લાવવા એ સામાન્ય માણસો માટે એક પડકાર છે. સમગ્ર દેશમાં એક લીંબુની કિંમત અંદાજે 15થી 20 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, એક કિલો લીંબુની વાત કરવામાં આવે તો ભાવ 300થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. એક મહિના પહેલાં કિંમત 70-80 રૂપિયા હતી, એટલે ભાવ લગભગ 6 ગણા વધી ગયા છે. લીંબુ ની માંગ વધી સામે આવક ઓછી થઈ જેથી આ ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં વેપારીઓ માની રહ્યા છે કે આ ભાવ હજી વધે તેવી શક્યતા છે. લીબુનો ભાવ 400 રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે. ઉનાળાની ઋતુમાં લોકો લીંબુનો ઉપયોગ વધારે કરતા હોય છે. જેથી લીંબુના ભાવ વધ્યા છે.

આ વખતે દક્ષિણ ભારતમાંથી થતી લીંબુની આવક પણ ઘણી ઓછી છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક વાત તો ચોક્કસ કહી શકાય છે કે આવનારા દિવસોમાં લીંબુની કિંમતો વધશે. હવે વરસાદ પડ્યા પછી નિયમિત લીંબુની આવક શરૂ થયા પછી જ કિંમતો ઘટશે.

#Gujarat #Connect Gujarat #Ahmedabad #Traders #hike #Beyond Just News #Lemon Price
Here are a few more articles:
Read the Next Article