/connect-gujarat/media/post_banners/80ea0c68ea3d8752bc872ba3a1214961c00e3ade420a14af2a5e1f6ac86959da.jpg)
અમદાવાદનો નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.બિલ્ડિંગ મટીરીયલ ડમ્પ સાઇટ બાદ હવે નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના 1.5 કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે.
અમદાવાદ નારણપુરા વિસ્તારમાં નારણપુરા રેલવે ક્રોસિંગથી લઇ નારણપુરા ગામ સુધી હાલમાં 80 ફુટનો રસ્તો હોવા છતાં કોર્પોરેશન દ્વારા આ રોડ મોટો કરવા માટે મકાન અને દુકાનદારોને નોટિસ પાઠવી છે ત્યારે સ્થાનિકો આ નિર્ણયને લઈને વિરોધ કરી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ પર કોઈ ટ્રાફિક જામ થતો નથી, રોડને પોહળો કરવાની જરૂર નથી છતાં વર્તમાન કોર્પોરેટરો અને ભૂતપૂર્વ કોર્પોરેટર તેમજ માજી મેયર ગૌતમ શાહને કપાતમાં વિશેષ રસ છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટરોને રોડ પર જે સોસાયટીઓ રી-ડેવલોપમેન્ટમાં જાય છે તેમાં બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી તેમાં FSIમાં વધારો અપાવવા માટે રોડ કપાત કરાવવા માંગે છે અમારો રોડ હાલમાં 80 ફૂટનો છે તેને 100 ફૂટનો કરવા માટે થઈને રોડ કપાતમાં લાવવામાં આવ્યો છે.
આ બાબતે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે કોર્પોરેટરો અને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તેઓને અમારા હીતની નહીં પરંતુ બિલ્ડરોની પડી છે. કારણ કે રોડ પર આવેલી ત્રણ ચાર સોસાયટીઓ જે રીડેવલપમેન્ટમાં જાય છે તેમાં બિલ્ડરો સાથે મળી તેઓને 4ની FSI મળે તેના માટે રોડને કપાતમાં લાવી રહ્યાં છે.
/connect-gujarat/media/media_files/2025/07/15/jaduuu-2025-07-15-11-30-57.png)