અમદાવાદ: પોલીસ અને બેન્ક દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયો લોક દરબાર, ફેરિયાઓને સસ્તા દરે આપવામાં આવશે લોન

શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે મેં આઈ હેલ્પ યુ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: પોલીસ અને બેન્ક દ્વારા સંયુક્ત ઉપક્રમે યોજાયો લોક દરબાર, ફેરિયાઓને સસ્તા દરે આપવામાં આવશે લોન

અમદાવાદ ચિલ્ડ્રન પાર્ક ખાતે અમદાવાદ શહેર બી ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓના સંયુક્ત ઉપક્રમે વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે મેં આઈ હેલ્પ યુ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસ તથા યુસીડી વિભાગ અને બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ટ્રાફિક વિભાગના JCP, DCP તથા SP સહિત આશરે 300 થી વધુ લોકો અને શેરી ફેરિયાઓ ઉપસ્થિત રહ્યા હતા. યુસીડી વિભાગના અધિકારીઓ દ્વારા પીએમ સ્વ નિધિને મળતી યોજનાઓના લાભ વિશે ફેરિયાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે પણ કામદારોના ફોર્મ ભરાઈ ગયા છે અને ચેક વિતરણ કરવાની કામગીરી ટૂંક સમયમાં જ મોટા કાર્યક્રમ થકી વિતરણ કરવામાં આવશે.

Advertisment