/connect-gujarat/media/post_banners/612f6de31f75a5c1c6ca2b49d3ee3331d2605cd15233f4a59bb456f344e7f588.jpg)
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈની યુવતી સાથે લગ્ન કર્યાના બીજા દિવસે જ યુવતી સોનાના દાગીના અને રોકડ લઈને ફરાર થઈ હતી. સમગ્ર મામલે પોલીસે લૂંટેરી દુલ્હનની ગેંગના 2 સાગરીતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નિકોલમાં રહેતા લક્ષ્મણ બારાપાત્રે નામના યુવકને લૂંટેરી દુલ્હન ચુનો લગાવીને ફરાર થઈ ગઈ છે. ઘટના એવી હતી કે, લક્ષ્મણ બારાપાત્રે લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો. આ દરમ્યાન લગ્ન વાંચ્છુકો માટે કામ કરતા નવસારીના નરેશ રાણાનો સંપર્ક થયો હતો. જેમાં નરેશ રાણાએ મુંબઈની કવિતા નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા જતાં. યુવતીએ લગ્નના દિવસે પાવાગઢમાં માતાજીના દર્શનની જીદ કરીને પતિ લક્ષ્મણ સાથે કાલુપુર રેલ્વે સ્ટેશન પહોચી હતી. ત્યારબાદ સોનાના દાગીના અને રૂ. 1.60 લાખ રોકડ સહિત કુલ રૂ. 2 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગઈ હતી. આ લૂંટેરી દુલ્હને પોતાના માતા મૃત્યુ પામી છે, તેવું કહીને રેલ્વે સ્ટેશનથી ગાયબ થઈ ગઈ હતી. આ ઘટનાને લઈને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વલસાડની મહિલા સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. જોકે, પોલીસ પૂછપરછમાં જગદીશ ખીમસુરીયા અને પીન્કી ગીરીએ વચેટીયા બનીને ચુનો લગાવ્યો હતો. જેમાં યુવતીની માતા બીમાર છે, અને ભાઈ-ભાભી તેને રાખતા નહીં હોવાનું જણાવીને વાતમાં ફસાવ્યો હતો.