Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મેઘરાજાની તોફાની ઇનિંગથી અનેક કોમ્પ્લેક્ષ પાણીમાં ગરકાવ,કાર તરતી જોવા મળી

રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને તેના બેઝમેન્ટ પાણીથી લબાલબ થયા છે.

X

અમદાવાદમાં રવિવારે ખાબકેલા વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને તેના બેઝમેન્ટ પાણીથી લબાલબ થયા છે. છેલ્લા 12 કલાકમાં થયેલા વરસાદે શહેરના અનેક વેપારીઓને કરોડનું નુકસાન કર્યું છે

અમદાવાદ શહેરમાં ગઈકાલે સાંજના શરૂ થયેલો વરસાદ આજે વહેલી સવારે રોકાયો હતો પણ મેઘરાજાએ કરેલી તોફાની બેટિંગથી શહેરના વેપારીઓને કરોડોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના કોમર્શિયલ શોપિંગ સેન્ટરોમાં 10 થી 12 ફૂટ પાણી ભરાય ગયા છે.બેઝમેન્ટમાં પાર્ક કરેલી મોંઘીદાટ ગાડીઓ પાણીના પ્રવાહમાં તરતી તરતી ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવી ગઈ હતી.બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં લાખો રૂપિયાનો માલ પલળી ગયો છે. આખે આખી દુકાન પાણીમાં ગરકાવ થઇ છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોટાભાગના શોપિંગ સેન્ટરોમાં ભારે નુકશાન થયું છે અચાનક આવેલા અનરાધાર વરસાદે શહેરના અનેક લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે

Next Story