Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ચોમાસાના અંતિમ ચરણમાં મેઘો અનરાધાર, 100 ડેમ હાઇ એલર્ટ પર

ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે....

X

રાજયમાં વાવાઝોડાની અસરના પગલે અનરાધાર વરસાદ વરસી રહયો છે. ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ મન મુકીને વરસતાં રાજયના મોટા ભાગના ડેમો ભરાય ચુકયાં છે.....

ગુલાબ વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાઈ રહી છે. ગુલાબ વાવાઝોડાની અસર ઓછી થયા બાદ હવે શાહીન વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે જેને પગલે હજુ ત્રણ દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયમાં અતિભારે વરસાદને કારણે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. ગુજરાતના લગભગ 100 જળાશયને હાઈ એલર્ટ પર અને 8 જળાશયને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હાઈ એલર્ટ પર મુકાયેલા 100 જળાશયોમાં 90 ટકા પાણીનો જથ્થો છે જયારે એલર્ટ પર મુકાયેલા 8 જળાશયમાં 80 થી 90 ટકા પાણીનો જથ્થો છે.રાજયમાં આવેલા અન્ય જળાશયોની વાત કરવામાં આવે તો 18 જળશાયમાં 70 થી 80 ટકા અને 80 જળાશયમાં 70 ટકા કરતા વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં 90 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ચાલુ સીઝનમાં વરસેલો વરસાદ પાછલા 30 વર્ષની સરખામણીએ 90 ટકા જેટલો છે. કૃષિ વિભાગ મુજબ, 27 સપ્ટેમ્બર સુધીમાં 84 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે.

Next Story