ગોધાવી સંસ્કારધામ ખાતે કરવામાં આવ્યું આયોજન
‘નમોત્સવ’ મલ્ટીમીડિયા-શોનું ભવ્ય આયોજન કરાયું
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રહ્યા વિશેષ ઉપસ્થિત
સાંઈરામ દવે સહિત 150થી વધુ કલાકારોની પ્રસ્તુતિ
PM મોદીના જીવન પર આધારિત કૃતિઓ રજૂ કરાય
અમદાવાદના ગોધાવી સંસ્કારધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદના ગોધાવી સંસ્કારધામ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનદર્શન અને સંઘર્ષ યાત્રાને ઉત્સવ સ્વરૂપે ઊજવવા માટે આયોજિત 'નમોત્સવ' કાર્યક્રમનું કેન્દ્રિય ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકાર સાઈરામ દવે દ્વારા લિખિત આ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોમાં 150થી વધુ કલાકારો અને 450 જેટલા ટેક્નિશિયનોએ ભાગ લઈને પ્રધાનમંત્રીના બાળપણથી લઈને 'ઓપરેશન સિંદૂર' સુધીની પ્રેરક સફરને સાંસ્કૃતિક અને વિઝ્યુઅલ રંગોમાં પરોવીને રજૂ કરી હતી.
આ ઉપરાંત વિશાળ સ્ટેજ પર હાથી, ઘોડા, ટ્રેન અને મગરમચ્છ જેવી પ્રતિકૃતિઓ સાથે ભવ્ય ડ્રોન-શોએ પણ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. 'નમોત્સવ' એ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં. પરંતુ PMના જીવનના આદર્શોને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ રહ્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ, ધારાસભ્યો સહિત સંસ્કારધામના ટ્રસ્ટી આર.કે.શાહ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.