અમદાવાદ : અકસ્માતોને રોકવા ટ્રાફિક પોલીસનો નવતર અભિગમ, અકસ્માતગ્રસ્ત કારને મુકી રસ્તા ઉપર...
સતત વધતા વાહનોની સંખ્યા વચ્ચે અકસ્માતોની ભરમાર વધી રહી છે. ખાસ કરીને રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે અકસ્માત થાય છે,
સતત વધતા વાહનોની સંખ્યા વચ્ચે અકસ્માતોની ભરમાર વધી રહી છે. ખાસ કરીને રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે અકસ્માત થાય છે, ત્યારે આ અકસ્માતોની સંખ્યા ઘટે અને માનવ જિંદગી બચે તે માટે શહેર ટ્રાફિક પોલીસે અકસ્માતનો ભોગ બનેલ કારને જાહેર માર્ગ પર મુકી લોકોને અકસ્માતની ગંભીરતા સમજાવી છે.
અમદાવાદ રાજ્યનું સોથી મોટું શહેર છે, અને અહી ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે નોકરી અને કામધંધાની ઉતાવળમાં લોકો સ્પીડે પોતાનું વાહન ચલાવતા હોય છે. જેના કારણે અનેક વખત અકસ્માતમાં અનેક લોકો જીવ પણ ગુમાવે છે. અમદાવાદમાં દર વર્ષે 1500થી 1800 અકસ્માત થાય છે. જેમાં અંદાજે 240થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવે છે. તો અનેક લોકોને ગંભીર ઇજા થાય છે, ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ અકસ્માતોને રોકવાના ભાગરૂપે લોકોમાં જાગૃતિ આવે તેવ અનેક કાર્યક્રમો પણ કરે છે, ત્યારે હવે અમદાવાદ પોલીસે સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે અકસ્માતમાં નુકશાન પામેલ એક કારને રાખવામાં આવી છે. આ કાર સંપૂર્ણ રીતે નુકશાન પામેલ છે. આ કારને જોઈ લોકો આશ્ચર્ય અનુભવી રહ્યા છે. તો અનેક લોકો આ જાગૃતિ કાર્યક્રમને આવકારી પણ રહ્યા છે.
લોકો કહી રહ્યા છે કે, આ ઉદ્દેશ સારો છે. અહી જે કાર મુકવામાં આવી છે, તેને જોઈને લાગે છે કે, વાહન ધીમે ચલાવવું તમામે શીખવું જોઈએ. વાહન ધીમું ચલાવવું જોઈએ જેથી સામાન્ય લોકોનો જીવ બચે, ત્યારે શહેરના તમામ મુખ્ય માર્ગ અને સર્કલ પર આ પ્રકારના કાર્યક્રમ કરવા જોઈએ. આમ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના આ જાગૃતિ કાર્યકર્મને શહેરીજનો બિરદાવી રહ્યા છે.