Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હવે કોઈપણ વ્યક્તિ આપી શકશે ડ્રગ્સની માહિતી, ગૃહ રાજ્યમંત્રીએ જાહેર કર્યો મોબાઈલ નંબર

ગુજરાતનું યુવાધન ડ્રગ્સના રવાડે : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

X

અમદાવાદ ખાતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે ગુજરાતનું યુવાધન જે રીતે ડ્રગ્સના રવાડે ચઢી રહ્યું છે, તેને જોતાં તેઓએ પોતાનો મોબાઈલ નંબર જાહેર કરી ડ્રગ્સ અંગે માહિતી આપવા લોકોને અપીલ કરી છે.

સમગ્ર ગુજરાતમાંથી જે રીતે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તેને જોતાં રાજ્યના નવા ગૃહમંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા છે. એક તરફ ગુજરાતમાં ડ્રગ્સના મોટા મોટા કન્સાઈનમેન્ટ પકડવામાં આવી રહ્યા છે, ત્યારે પોલીસ અને સરકાર એવું કહી રહ્યા હતા કે, આ ડ્રગ્સ માત્ર ગુજરાતમાં ઉતારી તેને અન્ય રાજ્ય અને દેશમાં મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ ગુજરાતનું યુવાધન પણ આ નશાના રવાડે ચઢી ગયું છે. જેને રોકવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું કે, અમે એક અભિયાન શરુ કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં 1000 યુવાનોના ઘરે ફોન કરી તેમના માતા-પિતાને તેમનો દીકરો આ પ્રકારે ડ્રગ્સના રવાડે ચઢ્યો છે કે નહીં, આ સાથે જ સાવચેતી રાખવા અંગે પણ જણાવાયું છે. ઉપરાંત ગમે ત્યારે કોઈપણ વ્યક્તિ ડ્રગ્સ બાબતે માહિતી આપવા સીધો ફોન કરી શકે તે માટે ગૃહમંત્રીએ પોતાનો મોબાઈલ નંબર પણ જાહેર કર્યો છે. સાથે જ ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર કરવા ગુજરાત સરકારને મદદરૂપ થવા પણ અપીલ કરી છે.

Next Story