Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હવે, CCTVના આધારે રઝળતાં ઢોરનું ટ્રાફિક પોલીસ કરશે મોનિટરિંગ, પછી ઢોર પકડવા આવશે મનપાની ટીમ

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોર પર નિયંત્રણ માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ : હવે, CCTVના આધારે રઝળતાં ઢોરનું ટ્રાફિક પોલીસ કરશે મોનિટરિંગ, પછી ઢોર પકડવા આવશે મનપાની ટીમ
X

અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ અને હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ પણ મ્યુનિશિપલ કોર્પોરેશનને ઢોર પકડવામાં મદદરૂપ બનવા જઈ રહી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોર પર નિયંત્રણ માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, તેમ છતાં પણ શહેરમાં અનેક વિસ્તારમાં રખડતાં ઢોરના કારણે નાગરિકોને ઇજા કે, મૃત્યુની ઘટના સામે આવી છે. રોજના માંડ 60થી 70 જેટલા જ રખડતાં ઢોર પકડાતાં હતા. જે બાબતે મ્યુનિ. કમિશનર દ્વારા રિવ્યુ બેઠકમાં ગંભીર નોંધ લઇ જે રીતે વધારે સ્ટાફ આપ્યો છે, તે રીતે વધુ પ્રમાણમાં રખડતાં ઢોર પકડવા માટે તંત્રને સૂચના અપાય હતી, ત્યારે હવે ટ્રાફિક પોલીસને પણ રખડતાં ઢોર પકડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. જેમાં રસ્તા પર ટ્રાફિકના નિયમનું ઉલંઘન કરનાર વાહનચાલકો પર નજર રાખતાં CCTV કેમેરા દ્વારા શહેરમાં હવે રખડતાં ઢોર પર પણ નજર રાખવામાં આવશે. જે CCTVમાં આવા રખડતાં ઢોર નજરે પડશે, ત્યાંની માહિતી પોલીસ માનપાની ઢોર પકડ પાર્ટીને આપશે. જેમાં બન્નેના સંકલનથી શહેરમાં હવે રખડતાં ઢોરને પાંજરે પુરાવામાં આવશે.

Next Story