/connect-gujarat/media/post_banners/937a995f38f8d385a542812cb5ea44741df30b5a822bd8af3c569d687c123a23.jpg)
રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં હવે હરીફ ઉમેદવાર વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થયા છે આમ આદમી પાર્ટી ભાવનગરના ઉમેદવાર રાજૂ સોલંકીએ ભાજપના ઉમેદવાર અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે આમ આદમી પાર્ટીએ આરોપ લગાવતા કહ્યું કે પાવર અને પૈસાના જોરે જીતુ વાઘાણી ચૂંટણી જીત્યા છે.
ભાવનગરથી ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી સામે ચૂંટણીમાં હારી ગયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીએ આજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા તેમણે જીતુ વાઘાણી અને તેમના સમર્થકો પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી મને હરવવામાં આવ્યો છે.રાજૂ સોલંકી અને આમ આદમી પાર્ટી કહ્યું કે અમે આ બાબતે ફરિયાદ કરી છે અને અમને ઝડપી ન્યાય મળે તેવી માંગ છે ત્યારે ચૂંટણી બાદ રાજ્યમાં અનેક ઉમેદવારો દ્વારા હવે આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે.