અમદાવાદ: અખાત્રીજના શુભ મુર્હુત પર રૂ.143 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં રૂ.143 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
અમદાવાદ: અખાત્રીજના શુભ મુર્હુત પર રૂ.143 કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં રૂ.143 કરોડના ખર્ચે નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આજે અક્ષય તૃતીયાના દિવસે અમદાવાદને મોટી ભેટ મળી છે રાજ્ય સરકાર તરફથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ નગરજનોને રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતિએ ભેટ આપતાં હતું કે, નગરો - મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ના હસ્તે બે બાળકોને સુપોષિત કીટ વિતરણ કરવામાં આવી હતી તથા બે બહેનો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા સહાય પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ના હસ્તે અમદાવાદ ને જે ભેટ મળી છે તેમાં ચાંદખેડા વોર્ડમાં અંદાજિત રૂ.૨.૪૮ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ, થલતેજ વોર્ડમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત ઇલોરા એપાર્ટમેન્ટ અને અજન્ટા એપાર્ટમેન્ટમાં આર.સી.સી.રોડ તથા પેવર પેવર બ્લોક ના ખાતમુહૂર્ત નો સમાવેશ થાય છે. સાથે સાથે બોપલમાં અંદાજે રૂપિયા રૂ. ૮.૮૩ કરોડના ખર્ચે ૭૦ આવાસોના ડ્રો અને ઝુંડાલ ખાતે અંદાજે રૂ. ૧૨૮.૦૨થી વધુ કરોડના ખર્ચે ૧૧૨૦ આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.આ લોકાર્પણ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર ગીતા પટેલ તથા કોર્પોરેશનના વિવિધ પદાધિકારીઓ, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories