અમદાવાદ: શહેરી વિસ્તારમાં ઢોરોને નિયંત્રણમાં લેવાનો કાયદાનો વિરોધ,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે

New Update
અમદાવાદ: શહેરી વિસ્તારમાં ઢોરોને નિયંત્રણમાં લેવાનો કાયદાનો વિરોધ,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

રખડતા ઢોરને લઈને તાજેતરમાં જ વિધાનસભામાં કાયદો પસાર થતાં માલધારી સમાજમાં નારાજગી વ્યાપી છે ત્યારે ગુજરાતભરમાંથી માલધારી સમાજ દ્વારા આ કાયદાને કાળો કાયદો ગણાવીને વિરોધ કરી રહ્યા છે. આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે ગુજરાત માલધારી મહા પંચાયત દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં ગાયઅને રખડતા ઢોર બાબતે જે કાયદો પસાર કરવામાં આવ્યો છે જેના વિરોધમાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું જેમાં માલધારી સમાજના આગેવાન અને ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ તેમજ રઘુ દેસાઇ અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો જોડાયા હતા. આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા પહેલા કોઈ વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવે પછી કાયદાને પાસ કરવામાં આવે અને જો માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Latest Stories