Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, વ્યાજખોરોના દૂષણને ડામવા કરાય ચર્ચા

પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

X

અમદાવાદમાં પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

અમદાવાદના GTU ઓડિટોરિયમ હોલ ખાતે સેક્ટર -1 નીરજ કુમાર બડગૂજર તેમજ નાયબ પોલીસ કમિશનર DCP Zone 2ની અધ્યક્ષતામાં વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાનું ધિરાણ કરવાની પ્રવૃતિ અટકાવવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.વ્યાજખોરો સામે સરકાર દ્વારા જે લાલ આંખ કરવામાં આવી છે તેને લઈને અમદાવાદના ચાંદખેડા ખાતે gtu કોલેજના ઓડિટોરિયમ હોલમાં સેક્ટર ૧ jcp, ઝોન ૨ ડીસીપી અને એલ ડિવિજન acp દિગ્વિજયસિંહ રાણા તથા એલ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન ચાંદખેડા, સાબરમતી, રાણીપ,માધુપુરા, સા.રિવરફ્રન્ટ ઇસ્ટ પો.સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તથા તે વિસ્તારના રહીશો, સ્થાનિક આગેવાનો, કોર્પોરેટરો, સ્વયંસેવી સંસ્થાઓ હાજર રહ્યા હતા.

Next Story