દેશમાં નવી સ્ક્રેપ પોલિસીનો અમલ થવા જઇ રહયો છે ત્યારે કનેકટ ગુજરાતની ટીમે આ પોલીસીની અમદાવાદમાં કેવી અસર થશે તેનો વિશેષ અહેવાલ બનાવ્યો છે. નવી પોલિસી અમલમાં આવ્યાં બાદ એસટીની જ 19 હજાર બસોને સ્ક્રેપ કરવી પડે તેવી સ્થિતિ છે.....
દેશના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ચોંકાવનારો આંકડો એ છે કે 20 હજારમાંથી સરકારી બસમાંથી 19 હજાર સરકારી બસ સ્ક્રેપમાં મુકવામાં આવશે. નવી સ્ક્રેપ પોલિસી મુજબ 2.31 લાખ કોમર્શિયલ અને 9 લાખથી વધારે ખાનગી વાહનો ભંગાર તરીકે ગણી લેવાશે. વાહન માલિકે RTOમાંથી રજીસ્ટ્રેશન રદ કરાવી નંબર પ્લેટ અને ચેસીસ નંબર RTOમાં જમા કરાવી ને સ્ક્રેપ સર્ટિફિકેટ લેવું જરૂરી રહેશે. અમદાવાદમાં નવી સ્ક્રેપ પોલિસી મુજબ અંદાજે 7.59 લાખ કાર માંથી 1.28 લાખ કાર જુની હોવાથી તેનો નિકાલ કરવો પડશે. સ્ક્રેપ પોલિસી લાવવાનો મુખ્ય હેતુ ઇલેટ્રીક ,સીએનજી વાહનોને પ્રોત્સાહન આપી પ્રદુષણમાં ઘટાડો કરવાનો છે.
સૌથી ચોંકાવનારી માહિતી એ કે 20 હજાર સરકારી બસમાંથી 19 હજાર સરકારી બસ સ્ક્રેપમાં મુકવી પડશે. અમદાવાદ RTO માંથી 1964-65 થી આજ સુધી નોંધાયેલા વાહનોમાં 15 વર્ષ જુના કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જુના ખાનગી વાહનોનો સ્ક્રેપ પોલિસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ વાહનોમાં 96.7 ટકા ,સરકારી બસો 97.02 ટકા,પોલીસ વાન 99.9 ટકા 87.5 ટેન્કર 17 ટકા ખાનગી,63.75 ટકા મોપેડ,40.6 ટકા ટ્રેક્ટર સ્ક્રેપ કરવામાં આવશે. વસ્ત્રાલ આરટીઓ માં વર્ષ 2011 શરુ કરીને અત્યાર સુધી 8.32 લાખ વાહનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.જ્યારે અમદાવાદ ગ્રામ્ય આરટીઓ બાવળામાં 2017માં શરૂ કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી 1.53 લાખ વાહનોની નોંધણી કરવામાં આવી છે. રજીસ્ટ્રેશન થયેલા વાહનની માંથી અંદાજે 700 કોમર્શિયલ વાહનો અને 20 વર્ષ જુના 6,800 ખાનગી વાહનો હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. અમદાવાદમાં 28 હજારથી વધુ ટ્રક નવી સ્ક્રેપ પોલિસી મુજબ સ્ક્રેપમાં મુકવામાં આવશે આ ઉપરાંત 2.31 લાખ કોમર્શિયલ અને 9 લાખથી વધુ ખાનગી વાહનો આગામી દિવસોમાં ભંગાર બની જશે..