ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને ભાજપ વિરુદ્ધ ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. AAPના પ્રદેશ કાર્યાલય નવરંગપુરાથી “અદાણી સે યારી જનતા સે ગદ્દારી” તેમજ “અદાણીની નોકરી બંધ કરો” જેવા સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે સાબરમતી ગાંધી આશ્રમ સુધી પદયાત્રા યોજાય હતી.
જેમાં ગૌતમ અદાણી દ્વારા દેશની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ સાથે AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં 3.5 KMની પદયાત્રા યોજાય હતી. AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અદાણીએ કૌભાંડ કર્યા છે, જેથી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટિની રચના થવી જોઈએ તેવી આમ આદમી પાર્ટીની માંગણી છે. વડાપ્રધાન મોદીના મિત્ર અદાણીને બચાવવા માટે આખું ભાજપ તંત્ર કામે લાગી ગયું હોવાનો પણ AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો.