વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં PM મોદીએ 1275 કરોડોના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.આ પ્રસંગે PM મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે , 'ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ માટે નવી ઈમારત ઉપરાંત અપગ્રેડેડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ શરૂ થઈ રહી છે. તે દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ હશે કે જે સાયબરનાઇફ જેવી આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.
22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરિષ્ઠ મંત્રીઓ અધિકારીઓ અને ડોક્ટર્સ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ૪૧૮ કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરેલી આ હોસ્પિટલમાં અનેક વિશેષતા રહેલી છે. આ હોસ્પિટલમાં 850 બેડની ક્ષમતા ધરાવતી આ નવીન કિડની હોસ્પિટલ દેશની સૌથી મોટી અને ટોચની કિડની હોસ્પિટલ છે.
તમામ સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં 10 મોડ્યુલર અને 12 નોન મોડ્યુલર ઓપરેશન થિયેટર સાથે કુલ 22 હાઈટેક ઓપરેશન થિયેટર આવેલા છે. જેમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ સહિત કીડનીને લગતા તમામ ઓપરેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટ, પિત્તાશય ટ્રાન્સપ્લાન્ટ અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ માટેની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.