/connect-gujarat/media/post_banners/944232b908ebffaa04778aa3543bdddbb889c9e66442acbb6b39298355bf6dd6.jpg)
ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજયોની ચુંટણી પહેલાં ભાજપે વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચુંકને મુદ્દો બનાવી દીધો છે. અમદાવાદના વેજલપુરના ધારાસભ્યની આગેવાનીમાં ધરણા યોજવામાં આવ્યાં..
પંજાબમાં વિવિધ પ્રોજેકટના લોકાર્પણ માટે ગયેલા વડાપ્રધાન મોદીના કાફલાને માર્ગમાં ખેડુતોના વિરોધનો સામનો કરવો પડયો હતો. વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટનાને ભાજપે રાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો છે. ભાજપ આખી ઘટનાને વડાપ્રધાનની હત્યાનું ષડયંત્ર ગણાવી કોંગ્રેસ પણ પ્રહારો કરી રહી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજયમાં ભાજપે દરેક શહેરોમાં મૌન ધરણાની શરૂઆત કરી છે જેના ભાગરૂપે અમદાવાદના વેજલપુરમાં ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. શ્યામલ ચાર રસ્તા પાસે આ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણ હાજર રહયાં હતાં.