અમદાવાદ: રામોલ વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે ત્યારે આ વિસ્તારમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે

New Update
અમદાવાદ: રામોલ વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે ત્યારે આ વિસ્તારમાંથી ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે.

અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કેટલાક લોકો એમડી ડ્રગ્સનો જથ્થો લઈને રામોલ જનતાનગર પાસેથી નીકળવાના છે. જેને લઈને એસઓજીએ રામોલ જનતાનગર જઈને વોચ ગોઠવી બે આરોપી અલ્લારખા ઉર્ફે અડુ શેખ અને ઈકબાલ ખાન પઠાણની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ બુલેટ પર ડ્રગ્સનો જથ્થો વેચવા નીકળ્યા હતા. ત્યારે એસઓજીની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને બન્નેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બન્ને આરોપીઓ બુલેટ પર જઈને ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત આરોપીઓ મુંબઇના માંડવીના અમરીન ખાન પાસેથી આ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હોવાનું સામે આવ્યું છે. પણ છેલ્લા એકાદ વર્ષથી રીક્ષા ડ્રાઇવિંગના ધંધામાં વધુ કમાણી ન થતા તેમણે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું. આરોપીઓ રામોલના જનતાનગર, દાણીલીમડા અને સારંગપુર પાણીની ટાંકી તથા રિવરફ્રન્ટ પાસે લોકોને ડ્રગ્સ વેચતા હતા. આરોપીઓ પાસેથી એસઓજીએ 12 લાખનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે.