Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસે એક આરોપીની કરી ધરપકડ, ઠગાઇની ટેક્નિક નિહાળી તમે રહી જશો દંગ

X

લાઈટ બિલ ભરવાના બહાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરતી ગેંગના એક આરોપીની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી છેતરપિંડીની રકમથી સોનુ ખરીદવા ગયો હતો એ દરમ્યાન તેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

અમદાવાદ સાયબર ક્રાઇમે સુરતના રહેવાસી જિગ્નેશ નાવડીયા નામના આરોપીની ધરપકડ કરી છે. ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી છે. આ ગુનાનો મુખ્ય આરોપી સાવન કે જેણે છેતરપિંડી કરીને તે પૈસાથી ડિજિટલ ગોલ્ડ નામની સાઈટ પરથી એક વાઉચર ખરીદ્યું હતું. જે અંગેની માહિતી મંગાવતા વાઉચરની સુરતમાં આવેલ એક જ્વેલરી શોપમાંથી સોનું ખરીદવામાં આવ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી લાઈટ બિલના રૂપિયા 10 બાકી છે અને તે નહી ભરો તો કનેક્શન કપાઈ જશે, તેવું જણાવી ફરિયાદી પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી 5 લાખ 98 હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનામાં મુખ્ય આરોપી સાવન ગઢીયા છે. પરંતુ સાવન જે રૂપિયા મેળવે છે. તે રૂપિયા આધારે સોનું કે દાગીના ખરીદી કરતો આરોપી ઝડપાઈ ગયો હતો.

Next Story