ગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડાતા બાળકોને દત્તક લીધાં છે ત્યારે અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશન તરફથી રકતદાન શિબિર યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં રકતદાતાઓએ રકતદાન કરી પોલીસ વિભાગના પ્રયાસોની સરાહના કરી હતી...
ગુજરાત પોલીસે થેલેસેમિયાથી પીડિત બાળકોને દત્તક લીધાં છે અને આ બાળકોને લોહીની સતત જરૂર પડતી હોય છે. લોહીની જરૂરીયાતને પહોંચી વળવા માટે વિવિધ પોલીસ સ્ટેશન તરફથી સ્વૈચ્છિક રકતદાન શિબિર યોજવામાં આવે છે. આ જ પ્રયાસના ભાગરૂપે અમદાવાદના મણીનગર પોલીસ સ્ટેશન તરફથી ઇચ્છાબેનની વાડી ખાતે રકતદાન શિબિર રાખવામાં આવી હતી. અમદાવાદ ઝોન -6ના ડીસીપી રાજપાલ રાણા તેમજ મણીનગરના પીઆઇ અને સ્ટાફ તરફથી રકતદાન શિબિરમાં રકતદાતાઓએ આવી રકતદાન કર્યું હતું. દિવસ દરમિયાન 185થી વધારે બોટલ રકત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રકતને હવે થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે આપવામાં આવશે. રકતદાન કરવા આવેલાં લોકોએ પણ પોલીસ વિભાગના પ્રયાસને બિરદાવ્યો હતો.