અમદાવાદ : ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલતી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 વિદેશી નાગરિક સહિત 20 લોકોની ધરપકડ

અમદાવાદ શહેરમાં બોપલના શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા.

New Update
  • બોપલ-શીલજના ઝેફાયર ફાર્મ હાઉસ પર પોલીસની રેડ

  • હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં 13 વિદેશી નાગરિકો ઝડપાયા

  • પાર્ટીમાં સામેલ 6 મહિલા સહિત 20 લોકોની ધરપકડ

  • મીડિયાને જોઈ યુવક-યુવતીઓ ભાગતા કેમેરામાં કેદ થયા

  • 48 દારૂની બોટલ સહિત 9 હુક્કા પણ જપ્ત કરવામાં આવ્યા

અમદાવાદ શહેરમાં બોપલના શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા. આ મામલે પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કરવા સહિત 20 લોકોની અટકાયત કરી છે.

અમદાવાદ શહેરમાં બોપલના શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલતી હાઇપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસે મોડીરાત્રે દરોડા પાડ્યા હતા. જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા તેમજ 19 ફોન જપ્ત કર્યાં હતા. તમામને પહેલા બોપલ પોલીસ સ્ટેશન બાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે આવવામાં આવ્યા હતા. જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામે આવ્યું હતુંજેમાં 6 મહિલા પણ સામેલ છે.

પોલીસની તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. પોલીસે ફાર્મ હાઉસ માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે. આ પાર્ટીના પાસની કિંમત રૂ. 700થી 15 હજાર રાખવામાં આવી હતીઅને એનું નામ 'હોટ ગ્રેબર પાર્ટીરાખવામાં આવ્યું હતું. એટલું જ નહીંઆ લોકોએ પાર્ટીના પાસ વેચવા માટે અલગથી એક વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Latest Stories