અમદાવાદ:પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ, બ્લેક ફિલ્મ અને મોડીફાઇડ સાયલન્સર ધરાવનાર વાહનચાલકો પર તવાઈ

પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનો પ્રારંભ, મોડીફાઇડ સાયલન્સર ધારવતા વાહનચાલકો દંડાયા

New Update
અમદાવાદ:પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ, બ્લેક ફિલ્મ અને મોડીફાઇડ સાયલન્સર ધરાવનાર વાહનચાલકો પર તવાઈ

અમદાવાદમાં પોલીસ દ્વારા ફરી એકવાર ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં મોડીફાઇડ સાયલન્સર અને બ્લેક ફિલ્મ ધરાવતા વાહનચાલકો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે.

Advertisment

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં કડક પગલાં ભરી રહી છે. પહેલા હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમો અંગે પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી ત્યારે હવે વધુ એકવાર ટ્રાફિક ડ્રાઈવ અમદાવાદમાં આજથી શરુ થઇ છે.આજથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી ફફડાટ ફેલાયો છે.રાજ્યના અનેક શહેરના રોડ રસ્તા પર લોકો સ્પોર્ટ્સ બાઇક લઇને એવો રોફ ઝાડે છે કે જાણે રેસમાં ઉતર્યા હતા.

સાયલન્સરના ધડાકાભેર અવાજ સાથે છૂ થઇ જનારા આવા બાઇક ચાલક સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે કારણ કે આજથી અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ડ્રાઇવ શરૂ કરી છે જેમાં મોડીફાઇડ સાયલન્સર વાળા વાહનો અને ડાર્ક ફિલ્મ ધરાવતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદ પોલીસે ટ્વિટ કરીને જાણકારી આપતા જણાવ્યું છે કે 12 મે સુધી આ ડ્રાઇવ ચાલશે. એક સપ્તાહમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ અને મોડિફાઇડ સાયલન્સર મામલે કડક ચેકિંગ કરવામાં આવશે. જો કોઈ કાયદાનો ભંગ કરતાં જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisment