અમદાવાદ : રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો, હવેથી રૂ. 30 ચૂકવવા પડશે...

વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે.

New Update
અમદાવાદ : રેલ્વે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો, હવેથી રૂ. 30 ચૂકવવા પડશે...

એક તરફ તહેવારોની સીઝન આવી રહી છે, અને એમાં પણ ચોતરફ મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે હવે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, સીઝન પ્રમાણે તેમજ માંગને જોતા પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવતો હોય છે.

વેસ્ટર્ન રેલવે દ્વારા અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં તોતિંગ 200%નો વધારો ઝીંકવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી તમે કોઈ સગા-સંબંધી કે, મિત્ર વર્તુળને રેલ્વે સ્ટેશને લેવા-મૂકવા જતા પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા, જ્યારે હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. એટલે કે, હવેથી અમદાવાદ રેલ્વે સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા કરી દેવાયા છે. દિવાળીની સીઝનમાં ટ્રાફિક વધુ રહેતા હોવાથી ટ્રાફિક ઘટાડવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100થી150%નો વધારો થતો હોય છે. પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે. તો બીજી તરફ ભારતીય રેલ્વેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના AC-1 અને એક્ઝિક્યુટિવ શ્રેણીમાં પ્રતિ મુસાફર 75 રૂપિયા, AC-2 અને 3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડું વધારી દેવાયું છે. આ પ્રકારે મુસાફરને એક પીએનઆર બુકિંગમાં AC-1માં 450 રૂપિયા, AC-2 અને 3માં 270 અને સ્લીપરમાં 180 રૂપિયા મુસાફરે વધારાની ચૂકવણી કરવી પડશે.

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise