Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : શહેરમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,રસ્તાઓ થયા પાણી પાણી

અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

X

અમદાવાદમાં આજે સવારથી જ અનેક વિસ્તારોમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણને કારણે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.

અમદાવાદમાં ફરી એકવાર મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. તાજેતરમાં જ અમદાવાદમાં વરસેલ ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું હતું જેના કારણે જન જીવન મોટાપાયે પ્રભાવિત થયું હતું ત્યારે આજે સવારથી ફરી એકવાર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજાની શાહી સવારી આવી પહોંચી હતી અને ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં બે દિવસ મધ્યમથી બહારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ જ વરસાદ વરસી રહયો છે

Next Story