/connect-gujarat/media/post_banners/5029167f7007eb43d664866fc8d06fefc5c21dfc8dbe7b8aee5534c89eb8834d.jpg)
રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે. તેવામાં મુખ્ય પર્યવેક્ષક અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે અમદાવાદ ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે બંધ બારણે બેઠક યોજી હતી.
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ હોદ્દેદારો સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે બેઠક યોજી હતી. આ બેઠકમાં પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. મળતી વિગતો અનુસાર, આ બેઠકમાં આગામી સમયમાં કોંગ્રેસની જે પ્રથમ યાદી જાહેર થનાર હોય તેના પર ચર્ચા કરવામાં આવી હતી. તો આગામી સમયમાં રાજ્યની જનતા પાસે કોંગ્રેસ કયા કયા મુદ્દાઓને લઈને પહોંચે છે, તે બાબતે પણ મંથન કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાતની અલગ અલગ વિધાનસભાની સીટો પર પ્રચાર કરે તે આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળનાર છે, અને આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસની પ્રથમ યાદી પર મોહર લાગે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.