Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : રાજસ્થાનથી આવેલાં યુવાન પાસેથી 27.49 લાખ રૂપિયાના દાગીનાની લુંટ

રાજસ્થાનમાં રહેતા ધર્મપાલ સોનીએ 24 લાખ રૂપિયા ઉપરાંતના દાગીનાની લુંટની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

X

રાજસ્થાનથી અમદાવાદ આવેલાં યુવાન પાસેથી બાઇક પર આવેલાં બે લુંટારૂઓ 24 લાખ રૂપિયા ઉપરાંતના સોના અને ચાંદીના દાગીનાની લુંટ ચલાવી ફરાર થઇ ગયાં હતાં. રાજસ્થાનમાં રહેતા ધર્મપાલ સોનીએ 24 લાખ રૂપિયા ઉપરાંતના દાગીનાની લુંટની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદી રાજસ્થાનમાં શિવમ જવેલર્સ નામની દુકાન ધરાવે છે. ધર્મપાલ શિવમ્ જવેલર્સ ખાતે બુલિયન વ્યવસાયને લગતું કામકાજ અને સોનાનાં બિસ્કિટનું ખરીદ વેચાણ પણ કરે છે. તેમને સોનાના બિસ્કીટની જરૂરીયાત હોવાથી તેમના કર્મચારીને અમદાવાદના નવરંગપુરાની કરૂણા બુલિયનમાં મોકલ્યો હતો. પવન નામનો કર્મચારી રાજસ્થાનના બાડમેરથી અમદાવાદ આવ્યો હતો અને તે 24.97 લાખ રૂપિયાના સોના અને ચાંદીના બિસ્કીટ લઇ પરત રાજસ્થાન જઇ રહયો હતો. તે સુભાષબ્રિજ પાસેથી પસાર થતો હતો તે વેળા બાઇક પર આવેલાં બે લુંટારૂઓ તેની પાસેથી બેગ આંચકી ફરાર થઇ ગયાં હતાં.

પોતાની સાથે બનેલી ઘટનાની કર્મચારીએ તેના શેઠને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ધર્મપાલ અમદાવાદ આવ્યાં હતાં અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવીના આધારે ફરાર થઇ ગયેલાં લુંટારૂઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story