Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:આંગડિયા પેઢીમાંથી લાખો રૂપિયા લઈને નીકળેલા વેપારી સાથે લૂંટ, અકસ્માત સર્જાયો હોવાનું કહીને લાખોની ચલાવાઈ લૂંટ

અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે.હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે

X

અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે.હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીને રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકો રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થયા.

સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ શખ્સોએ ભેગા મળીને ૨૬ લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો છે.અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા તેમજ દરિયાપુર પાસે કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે.જેમાં ૨૨મી માર્ચના રોજ તેઓ સીજીરોડ ખાતે આવેલી આર.કે એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું ૩૨ લાખ 57 હજારનું પેમેન્ટ લઈને નીકળ્યા હતા,

જેમાં નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગણીયા પેઢી મારફતે ૬ લાખ ૧૭ હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર ખાતે રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને ૨૬ લાખ ૭૦ હજાર જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા.તે સમયે હરિઓમ રેસ્ટોરન્ટ પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેને અટકાવીને ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ભાગી ગયા હતા.જે બાદ વેપારીએ લૂંટારાઓનો પીછો કર્યો હતો. નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા. સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીને પકડવા કામ લાગી છે, ત્યારે આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું..

Next Story