અમદાવાદ : રૂ. 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ..

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી રૂ. 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.

New Update
અમદાવાદ : રૂ. 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ..

ગુજરાત રાજ્યમાં અવાર-નવાર ડ્રગ્સ સાથે વ્યક્તિઓ પકડાતા રહે છે, ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી 2 ઈસમો ડ્રગ્સ સાથે ઝડપાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી રૂ. 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ એસઓજીને બાતમી મળી હતી કે, રાજસ્થાનના ડુંગરપુરથી કેટલાક શખ્સો કારમાં ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા છે, ત્યારે બાતમીના આધારે શહેરના રિંગ રોડ પર અને આસપાસના વિસ્તારમાં પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.

ઓઢવ વિસ્તારમાં પોલીસે આ કારને રોકી તલાશી લેતા તેમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની બજાર કિંમત અંદાજે 23 લાખ રૂપિયા જેટલી થાય છે. આ પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પોલીસે રાજસ્થાનના વતની મહેશ પાટીદાર, લાલશંકર પાટીદારની ધરપકડ કરી હતી. પોલીસના કહેવા મુજબ આ બન્ને આરોપી ડ્રગ્સનો જથ્થો ડુંગરપુરના કોઈ લોકેશ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કે, આ પ્રતિબંધિત ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાનું હતું, કોઈ સ્થાનિક આ નશાના કારોબાર સાથે સંકળાયેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Latest Stories