/connect-gujarat/media/post_banners/193a2c8f4803b17c9fed84cb4d6867cf1404f42e982656c756316094e50c153f.jpg)
અમદાવાદમાં 2 દિવસ પહેલા વરસેલા વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે 48 કલાક બાદ પાણી ઓસરતા શહેરમાં ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. શહેરના અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ 10થી 12 ફૂટ પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે હવે પાણી ઓસરી રહ્યા છે, ત્યારે વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અનરાધાર વરસાદના કારણે શહેરના શ્યામલ અને શિવરંજની વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટર પાણીમાં ગરકાવ થયા હતા. જોકે, 48 કલાક બાદ પાણી ઓસરી જતાં વેપારીઓ પર આભ તૂટી પડ્યું છે. અહીના વિસ્તારમાં અંદાજે 100થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઇ હતી. જેમાં ફર્નિચર અને કોમ્પ્યુટર સહિતનો સામાન પાણીમાં પલળી ગયો હતો. વેપારીઓનું કહેવું છે કે, આ વિસ્તારમાં અનરાધાર વરસાદથી આવી હાલત છે, ત્યારે વેપારીઓએ આવનાર સમયમાં સરકાર સહાય કરે તેવી માંગ કરી છે.