અમદાવાદ : શહેર કોટડાની ડોશીમિયાની ચાલમાં જુથ અથડામણ, પથ્થરમારામાં અનેક લોકો ઘવાયાં

રાજયભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણીનો થનગનાટ છે ત્યારે અસમાજીક તત્વોએ અમદાવાદ શહેરની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ

New Update
અમદાવાદ : શહેર કોટડાની ડોશીમિયાની ચાલમાં જુથ અથડામણ, પથ્થરમારામાં અનેક લોકો ઘવાયાં

રાજયભરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણીનો થનગનાટ છે તેવામાં કેટલાક અસમાજીક તત્વોએ અમદાવાદ શહેરની શાંતિને પલિતો ચાંપવાનો પ્રયાસ કર્યો છે. કોટડા વિસ્તારની ડોશીમિયાની ચાલમાં બે જુથો આમને સામને આવી જતાં પથ્થરમારો થયો હતો.

એક બાજુ તહેવારોની સીઝન ચાલી રહી છે તો બીજી બાજુ અમદાવાદ શહેરકોટડા વિસ્તારમાં ગત રાત્રે પથ્થરમારાની ઘટના સામે આવી છે.શહેર કોટડા વિસ્તારની ડોશી મિયાની ચાલી પાસે ગત રાત્રીના સમયે બે જુથ વચ્ચે નજીવી બાબતે તકરાર થઈ હતી. આ તકરારમાં બંને જુથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. પથ્થરમારામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોસીમિયાની ચાલ વિસ્તારમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે શહેરના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનારા અસામાજીક તત્વોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે......

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise