અમદાવાદ : શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાયો પ્રારંભ, મંત્રીઓએ પણ લીધું શ્રમિકો સાથે ભોજન...

ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ, રાજ્યના 2 શહેરોમાં શ્રમિક ભોજન કેન્દ્રની કરી શરૂઆત

અમદાવાદ : શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કરાયો પ્રારંભ, મંત્રીઓએ પણ લીધું શ્રમિકો સાથે ભોજન...
New Update

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના પાર્શ્વનાથ કડીયાનાકા ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા રાજ્ય કક્ષા મંત્રી કુંવરજી હળપતિએ ઉપસ્થિત રહી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. હજારો શ્રમિકોને લાભ મળે તે માટે ચાંદખેડા ખાતે શ્રમિક ભોજન કેન્દ્રનું રીબીન કાપીને ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે જ મંત્રીઓ દ્વારા શ્રમિકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

એટલું જ નહીં, બન્ને મંત્રીઓએ ભોજન જમીને ગુણવત્તા ચકાસી હતી. જોકે, ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આજ દિન સુધી 1.83 લાખ કરતા વધારે શ્રમિકોને ભોજન આપવામાં આવ્યું છે, ત્યારે હવે આ શ્રમિક ભોજન કેન્દ્રનો પણ મોટી સંખ્યામાં શ્રમિકો લાભ ઉઠાવે તે માટે કાર્યક્રમમાં હાજર મંત્રીએ અનુરોધ કર્યો હતો.


#Gujarat #Connect Gujarat #food #Ahmedabad #workers #Shramik Annapurna Yojana #Beyond Just News #ministers
Here are a few more articles:
Read the Next Article