Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : નિર્ણયનગરમાં અસામાજીકોનો આતંક, 25થી વધારે વાહનોમાં કરી તોડફોડ

હોકી-તલવાર સાથે અસામાજિક તત્વોનો આતંક સ્થાનિકોને માર્યો માર વિસ્તારને લીધો બાનમાં

X

અમદાવાદના નિર્ણયનગર વિસ્તારમાં અસામાજીક તત્વોએ મારક હથિયારો સાથે ધસી આવી 25થી વધારે વાહનોમાં તોડફોડ કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. છેલ્લા ઘણા સમયથી ગુંડા તત્વો અમદાવાદ શહેરના બાનમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે.અસામાજીક તત્વોનો ખોફને પોતાની મુઠ્ઠીમાં લેવા પોલીસ સદંતર નિષ્ફળ નીવડી છે.લૂંટ, હુમલા અને ફાયરિંગની ઘટનાઓ વચ્ચે ગત મોડી રાત્રે વાહનોમાં તોડફોડ વધુ એક ઘટના નિર્ણયનગર વિસ્તારમાં સામે આવી..... જ્યાં બાઈકો સાથે આવેલા 20થી વધુ ગુંડાઓએ આખા વિસ્તારને બાનમાં લીધો......નંદન વન આવાસ યોજનામાં 25થી વધુ વાહનોમાં તોડફોડ કરી.....

ગુંડાઓએ ગાડીઓ અને રિક્ષાઓના કાચ તોડી નાખ્યાં હતાં. તેઓ લાકડી, હોકી અને તલવાર સાથે આવ્યા હતાં. આરોપીઓએ કેટલાક સ્થાનિકો ઉપર પણ હુમલો કર્યો હતો. તોડફોડ કરનારમાં મુખ્ય સૂત્રધાર રોહિત ઠાકોર નામનો શખ્સ હોવાનું રહીશો જણાવી રહયાં છે. અહીં આવેલા ગેરેજ સંચાલક પાસે વાહન અને પૈસાની લેતી દેતીમાં આ ઘટનાને અંજામ અપાયો હોવાનું લોકો માની રહ્યા છે...

Next Story