Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : પિતાની રાહે પુત્ર બન્યો આરોપી, ડ્રગ્સ પેડલર બની કરતો હતો કમાણી..!

અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને નાથવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, અને અનેકવાર દરોડા પણ પાડવામાં આવે છે

X

અમદાવાદ શહેરમાં એમડી ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. એસઓજી ક્રાઈમ બ્રાન્ચે શહેરના સારંગપુર વિસ્તારમાંથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલરને SOG પોલીસે ઝડપી પડ્યો હતો.

અમદાવાદમાં ડ્રગ્સના દૂષણને નાથવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે, અને અનેકવાર દરોડા પણ પાડવામાં આવે છે, ત્યારે અમદાવાદ SOG પોલીસને બાતમી મળી હતી કે, સારંગપુર પાણીની ટાંકી પાસે અબ્દુલ વાજિદ નામનો વ્યક્તિ એમડી ડ્રગ્સ વેચવા માટે આવી રહ્યો છે. જેના આધારે SOG ક્રાઈમે વોચ ગોઠવી અબ્દુલ વાજિદને રોકી તેની તપાસ કરતાં તેની પાસેથી 32 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરતાં પોલીસે જણાવ્યુ હતું કે, આ આરોપી બાળપણથી જ ડ્રગ્સ સાથે જોડાયેલો છે. કારણ કે, આરોપીનો પિતા અબ્દુલ વાહિદ મોટો ડ્રગ્સ પેડલર હતો. પિતાની ડ્રગ્સની હેરાફેરીના કારણે આરોપી વાજિદ ડ્રગ એડિક્ટ થયો હતો, અને તેના પિતાની સાથે જ ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો હતો. આરોપી અગાઉ વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો, અને છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સના વ્યસનની સાથે સાથે ડ્રગ્સ પેડલર તરીકેનું કામ કરતો હતો. SOG પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ કરતા તે શાહેઆલમમાં રહેતા રાશિદ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સ લાવતો હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો SOG પોલીસે વોન્ટેડ પેડલર રાશિદને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરી છે.

Next Story