અમદાવાદ : મુખ્યમંત્રીએ ખોખરા અનુપમ બ્રીજની આકસ્મિક મુલાકાત લીધી, કામગીરીનું કર્યું નિરીક્ષણ...

શહેરના ખોખરા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજની કામગીરીનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.

New Update
અમદાવાદ : મુખ્યમંત્રીએ ખોખરા અનુપમ બ્રીજની આકસ્મિક મુલાકાત લીધી, કામગીરીનું કર્યું નિરીક્ષણ...

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં નિર્માણ પામી રહેલા ઓવર બ્રિજની કામગીરીનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું હતું.

સમગ્ર ગુજરાત વિકાસની ગતિ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ વિકાસ કાર્યોએ માઝા મૂકી છે. તેવામાં ખોખરા વિસ્તારમાં નિર્માણાધિન અનુપમ બ્રીજની મુલાકાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી પહોચ્યા હતા. ગત શુક્રવારે મોડી સાંજે મુખ્યમંત્રીએ કામગીરીનું નિરીક્ષણ કરી ઇજનેરો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. છેલ્લા 2 વર્ષથી આ બ્રિજ બની રહ્યો છે, ત્યારે મુખ્યમંત્રીએ આકસ્મિક મુલાકાત લઈ ઇજનેરો પાસેથી સંપૂર્ણ વિગતો મેળવી હતી. સાથે જ તેઓએ શ્રમિકો સાથે પણ વાતચીત કરી હતી.