Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: નર્સિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલાને ઘરે બેઠાં સર્ટિફિકેટ આપવાનું કહી 5 લાખ પડાવ્યા,પોલીસે બે આરોપીની કરી ધરપકડ

મહિલાને નર્સિંગ કરાવવાનું કહીને ગેરરીતિ સાથે ઘરે બેઠાં પરીક્ષા અપાવી નસિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલા પાસેથી 5 લાખ રૂપિયા પડાવી દીધા હતા.

X

અમદાવાદની મહિલાને નર્સિંગ કરાવવાનું કહીને ગેરરીતિ સાથે ઘરે બેઠાં પરીક્ષા અપાવી નસિંગ કોલેજના ડાયરેક્ટરે મહિલા પાસેથી 5 લાખ રૂપિયા પડાવી દીધા હતા. આ ઉપરાંત મહિલાને બેંગ્લોરની નર્સિંગ કોલેજના બનાવટી સર્ટીફિકેટ આપ્યા હતા.આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના કિલ્પનાબેન પંચાલ નામના મહિલા નરોડા રીધમ હોસ્પિટલમાં રિસેપ્સન પર નોકરી કરતા હતા. ત્યારે તેમની હોસ્પિટલમાં દહેગામની શ્રીજી પેરામેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ માટે આવતા હતા. આ દરમિયાન કોલેજના ડાયરેકટર રાકેશ પટેલ પણ ત્યાં આવતા હતા. કિલ્પનાબેનને રાકેશ પટેલ સાથે સંપર્ક થયો ત્યારે તેમને નર્સિંગ કરવા જણાવાયું હતું. કિલ્પનાબેને રાકેશ પટેલની કોલેજમાં એડમિશન મેળવ્યું હતું. રાકેશ પટેલે કિલ્પનાબેનને બેંગ્લોરની વાગદેવી સ્કૂલ ઓફ નર્સિંગનું સર્ટિફિકેટ આપવા જણાવ્યું હતું.3.5 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.15 દિવસ બેંગ્લોર પરીક્ષા આપવા જવા માટે રજા ન મળતા કિલ્પનાબેને રાકેશ પટેલને જણાવતા રાકેશ પટેલે ઘરે બેઠાં બેઠાં પેપર લખવા જણાવ્યું હતું. બંને વચ્ચે મિત્રતા થતા રાકેશ પટેલ કિલપનાબેનને ઘરે પેપર આપી જતો હતો અને ચોપડીમાંથી પેપર લખાવતો હતો. કિલ્પનાબેને 3 વર્ષની પરીક્ષા ઘરે બેઠાં બેઠાં આપી હતી. કિલ્પનાબેનના તમામ ડોક્યુમેન્ટ રાકેશ પટેલ પાસે હતા. કિલ્પનાબેને પોતાના નર્સિંગ થયાનું GNCમાં રજિસ્ટ્રેશન કરાવવા રાકેશ પટેલને કહ્યું પરંતુ રાકેશ પટેલને કરાવતો નહતો. કિલ્પનાબેનનો રાકેશ સાથે ઝગડો થયો હતો કિલ્પનાબેનની અરજીના આધારે SOGએ તપાસ શરૂ કરી ત્યારે કિલ્પનાબેને નર્સિંગ કોલેજના સર્ટિફિકેટની ઝેરોક્ષ આપી તેની ખરાઈ કરાવતા તમામ સર્ટિફિકેટ બોગસ હોવાનું જાણ થઈ હતી.આ અંગે SOG એ રાકેશ પટેલ અને તેની સાથે મળતીયા મૌલિક રામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Next Story