Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: રખડતા ઢોર મામલે મ.ન.પા.ની સામાન્ય સભા તોફાની બની,કોંગ્રેસે કર્યા પ્રહાર

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા દરમ્યાન ભારે હોબાળો થયો હતો.

X

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભા દરમ્યાન ભારે હોબાળો થયો હતો.રખડતા ઢોર મુદ્દે વિપક્ષે શાશક પક્ષને ઘેરવા પ્રયાસો કર્યા હતા જે મામલે વાતાવરણ તંગ બન્યું હતું

મંગળવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ની સામાન્ય સભા દરમિયાન હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે એક બાદ એક મુદ્દાઓને લઇને સત્તાપક્ષને ઘેરવાના પ્રયાસ કર્યા હતા. તો રખડતા ઢોર મુદ્દે કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ પર આક્ષેપો પણ લગાવ્યા હતા.

બેઠકમાં કોંગ્રેસના કમળાબેન ચાવડા એ આક્ષેપ કર્યો હતો કે, ગાયના નામે મત મેળવનાર ભાજપ પાછળથી ગાય માતાને નહીં પકડવાના હપ્તા પણ ઉઘરાવે છે. તેથી તપાસ થવી જોઇએ કે આ હપ્તાની રકમ કમલમ્ સુધી તો જતી નથીને? આવા પ્રશ્ન સાથે જ ભાજપના તમામ સભ્યો ઉભા થઇ ગયા હતા અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના સભ્યોએ ભાજપ ભ્રષ્ટાચાર ના નારા લગાવ્યા હતા. કોંગ્રેસના તમામ સભ્યો મેયર અને કમિશનર ડાયસ તરફ ધસી જઈ મેયરના ડેસ્ક પર ચઢી ગયા હતા. ત્યારે મેયરના સુરક્ષા કર્મીઓ વચ્ચે આવી મેયરને કોર્ડન કર્યા હતા ભાજપના સભ્યો પણ ડાયસ પર આવી ગયા હતા. બંને પક્ષોના મહિલા સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી વચ્ચે ખેંચતાણ થઈ હતી

Next Story