અમદાવાદ: સાણંદમાં ગંદકીનું સામ્રાજ્ય; બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલાથી લોકોમાં રોષ

સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે.

New Update
અમદાવાદ: સાણંદમાં ગંદકીનું સામ્રાજ્ય; બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલાથી લોકોમાં રોષ

અમદાવાદ શહેરને બરાબર અડીને આવેલા સાણંદની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી આવે છે. સાણંદ તાલુકાના માધવનગર ગામ પાસે બોપલ-ગાંધીનગર બાયપાસ રોડ પર કચરાના ઢગલા હોવાથી ગામના લોકોમાં રોષ જોવા મળે છે.

સાણંદ શહેર એકબાજુ વિકાસની ગાડી પર ખુબ જ આગળ વધી રહ્યુ છે. ત્યારે બીજી બાજુ ગંદકીનું સામ્રાજ્ય પણ વધી રહ્યુ છે. સાણંદની બાજુમાં આવેલા માધવનગર ગામ પાસે બોપલ, ગાંધીનગર બાયપાસ પર સાણંદ નગરપાલિકા દ્વારા મટીરીયલ રીકવર ફેસીલીટી સેન્ટરમાં સાણંદ શહેરનો તમામ કચરો ઠાલવવામાં આવે છે સાથે જ મૃત્યુ પામેલા પશુ પણ અહીંયા નાખવામાં આવતા હોવાથી આજુબાજુના ગામોમાં ભારે પ્રમાણમાં દુર્ગંધ ફેલાય છે. આ ઉપરાંત ત્યાં લોકોને ફેંફસા, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારી વધારે પ્રમાણમાં જોવા મળી આવે છે. આજુબાજુના ગામો દ્વારા અનેક વાર નગરપાલિકા ફરિયાદ કરવામાં આવી હોવા છતાં યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નહિ હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

Latest Stories